સચિત્ર હસ્તપ્રતોની સમૃદ્ધ પરંપરા 10-11મી સદીમાં શરૂ થઈ હતી. પાલ શાસકોના શાસન સમયના બિહાર અને બંગાળના લિખિત અને સચિત્ર એવા કેટલાક બૌદ્ધ ગ્રંથો આજે ઘણા સંગ્રહો (જ્ઞાનભંડારો) અને સંગ્રહાલયોમાં છે. લાલ, વાદળી અને સોનાના ઉપયોગ વાચકની ગ્રંથો વિશેની તેમની સમજને વધારે છે. લા. દ. સંગ્રહમાં સચિત્ર હસ્તપ્રતોની વિશાળ… more
હસ્તપ્રત વિશે
હસ્તપ્રતો એ લેખિત બાબતોની સૌથી મોટી શ્રેણી છે જે ભારતના વિચાર અને વારસાની અમૂલ્ય સંપત્તિ છે. ભારતમાં પ્રચલિત જ્ઞાન પ્રસારણની વર્ષો જૂની મૌખિક પરંપરાઓને સાચવવાની પદ્ધતિ તરીકે તાડપત્રીય હસ્તપ્રતો અસ્તિત્વમાં આવી હતી. ઈતિહાસકારો મુજબ 6ઠ્ઠી સદી માત્ર ધાર્મિક ગ્રંથો જ નહીં, પણ ભાષ્ય, માર્ગદર્શિકા અને સાહિત્ય પણ તાડપત્રીય હસ્તપ્રત સ્વરૂપમાં લખવામાં આવ્યું હતું, અને આરબો દ્વારા 10 અને 11મી સદીમાં હાથથી બનાવેલા કાગળની રજૂઆત સુધી ચાલુ રહ્યું હતું. તાડપત્રનું લાંબું સાંકડું સ્વરૂપ કાગળની રજૂઆત પછી પણ ચાલુ રહ્યું. Read More
