સચિત્ર હસ્તપ્રતોની સમૃદ્ધ પરંપરા 10-11મી સદીમાં શરૂ થઈ હતી. પાલ શાસકોના શાસન સમયના બિહાર અને બંગાળના લિખિત અને સચિત્ર એવા કેટલાક બૌદ્ધ ગ્રંથો આજે ઘણા સંગ્રહો (જ્ઞાનભંડારો) અને સંગ્રહાલયોમાં છે. લાલ, વાદળી અને સોનાના ઉપયોગ વાચકની ગ્રંથો વિશેની તેમની સમજને વધારે છે. લા. દ. સંગ્રહમાં સચિત્ર હસ્તપ્રતોની વિશાળ શ્રેણી છે.
