સિક્કા કલાવીથિ

પી ટી મુનશૉ સિક્કા સંગ્રહમાં વિવિધ કાલખંડના તથા ઉપમહાદ્વીપની વિવિધ ટંકશાળના સિક્કાઓ પ્રદર્શિત થયા છે. તે 6ઠ્ઠી સદી ઇસા પૂર્વથી વર્તમાન યુગ સુધીની આર્થિક અને રાજકીય ઘટનાઓનો આકર્ષક ઘટનાક્રમ પ્રસ્તુત કરે છે.

ભારતના કેટલાક પ્રાચીન સિક્કાઓ અહીં મળી શકે છે, જેમાં ઇસાપૂર્વ 6ઠ્ઠી સદીના  ગાંધારના દુર્લભ અને અનન્ય ચાંદીના બેન્ટ-બાર સિક્કા અને 16 મહાજનપદના પંચ-ચિહ્નિત સિક્કાઓનો સમાવેશ થાય છે. અન્ય ધ્યાનાકૃષ્ટમાં મુઘલ સમ્રાટ અકબરના દિન-એ-ઇલાહી સિક્કા અને જહાંગીર દ્વારા બહાર પડાયેલ ચાંદીની રાશિની શ્રેણી તેમજ ભારત-ગ્રીક અને કુશાણોના દ્વિભાષી સિક્કાઓનો સમાવેશ થાય છે.