લઘુચિત્ર

Miniature painting શબ્દ મધ્યયુગીન લેટિન ' miniare ' પરથી આવ્યો છે, જેનો અર્થ હસ્તપ્રતોને અલંકૃત કરવી અથવા નાના ચિત્રને તેનો હિસ્સો બનાવવો. લાલ અથવા સિંદૂરનો ઉલ્લેખ કરતો આ શબ્દ ‘miniatura’ જેના પરથી ઉતરી આવ્યો છે તે એક રંગ વિશેષ છે, કે જે હસ્તપ્રતોમાં ચોક્કસ શબ્દોને સજાવટ અને ચિહ્નિત કરવા માટે વપરાય છે. સમય જતાં, ‘miniature’ દૃષ્ટાંત ચિત્રોના અને ચિત્રોના સંદર્ભમાં આવ્યો.

ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના નેજા હેઠળ એનસી મહેતાનો પ્રતિષ્ઠિત લઘુચિત્ર સંગ્રહ એલડી સંગ્રહાલય ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહમાં લઘુચિત્રો સ્વદેશી ખનિજ રંગો સાથે હાથથી બનાવેલા કાગળ પર બનાવવામાં આવ્યાં છે. તે એક વૈવિધ્યસભર સંગ્રહ છે, જેમાં રૂપચિત્રો, કાવ્યાત્મક રચનાઓ, સભાનાં દૃશ્યો, ધાર્મિક અને સામાજિક તહેવારો અને પવિત્ર અને બિનસાંપ્રદાયિક પુસ્તકો અને મહાકાવ્યોનાં ચિત્રોનો સમાવેશ થાય છે.