Activity Title guj:
પાઠસમ્પાદનવિજ્ઞાન તથા હસ્તપ્રતવિજ્ઞાન વિષયક કાર્યશાળા
પ્રવૃત્તિનો વિષય:
પાઠસમ્પાદનવિજ્ઞાન તથા હસ્તપ્રતવિજ્ઞાન
પ્રવૃત્તિ તારીખ:
19-Dec-2022 - 24-Dec-2022
પ્રવૃત્તિનું સંસ્થાનું નામ:
LD Institute of indology
પ્રવૃત્તિનો પ્રકાર:
Workshop
પ્રવૃત્તિ નિષ્ણાતો:
ડૉ. ધર્મેન્દ્ર ભટ્ટ, સંશોધન સહાયક, LDII
જૂથ કદ:
30
કિંમત:
INR 500
Price : 500 INR

          ભારતવર્ષનો પ્રાચીન જ્ઞાનવારસો હસ્તપ્રતોમાં સચવાયેલો છે. આ પરંપરાનું પ્રાચીન સાહિત્ય આજે પણ ભારતભરમાં તથા વિદેશોમાં પણ હસ્તપ્રતોના રૂપમાં સચવાયેલું છે. અમારી સંસ્થા લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આ પ્રકારનું સાહિત્ય સાચવતી રહેલી છે. સંસ્થામાં લગભગ ૮૦૦૦૦ જેટલી  પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ થયેલો છે. સંસ્થા હસ્તપ્રતોના સંરક્ષણ તથા સંવર્ધનની સાથે સાથે સંશોધન કાર્યમાં પણ એટલી જ સક્રિય રહેલી છે. પ્રાચીન હસ્તપ્રતોના સંશોધન કાર્ય માટે પ્રાચીન લિપિઓનું જ્ઞાન પણ આવશ્યક છે. જે કાર્ય માટે સંસ્થા સમયે સમયે લિપિ તથા પાઠસમ્પાદન વિષયક કાર્યશાળાઓનું આયોજન કરતી રહેલી છે. આ જ પરંપરામાં આગામી તા. ૧૯ થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન એક કાર્યશાળાનું આયોજન થવા જઇ રહ્યું છે. આ કાર્યશાળામાં વિવિધ વિદ્વાનો દ્વારા સમીક્ષિત પાઠસમ્પાદન વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનોનું આયોજન છે. તેમજ શારદાલિપિ તેમજ પ્રાચીન દેવનાગરીલિપિનો અભ્યાસ કરાવવાનું આયોજન છે.

          આવનારી પેઢી જૂની લિપિઓથી પરિચિત થાય તેમજ સંશોધનના ક્ષેત્રમાં પદાર્પણ કરે તથા અદ્યાવધિ અપ્રકાશિત એવા હસ્તપ્રતોમાં રહેલા વિષયોને પ્રકાશમાં લાવવાનું કાર્ય કરે એ આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય છે. આ પ્રકારનાં સંશોધનકાર્ય કરવામાં રસ ધરાવતા વ્યક્તિઓ, અધ્યાપકો તેમજ એમ. એ., પીએચ. ડી. ના વિદ્યાર્થીઓ આ કાર્યશાળામાં પ્રવેશ માટે આમંત્રિત  છે.

          આ છ દિવસીય રાજ્યસ્તરીય કાર્યશાળામાં પ્રવેશ મેળવતાં પહેલાં પ્રતિભાગીઓએ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન ફી રૂ. ૫૦૦/- રાખેલી છે. ઑનલાઇન પ્રક્રિયા માટે નીચે દર્શાવેલ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ એડ્રેસ દ્વારા માહિતી મેળવવાની રહેશે. સંસ્થા દ્વારા પ્રતિભાગીઓને કાર્યશાળા દરમિયાન પ્રતિદિન એક સમયના નિયત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવતા પ્રતિભાગીઓએ આવાગમન તથા રહેવાસની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. અન્ય કોઇ માનદેય મળવા પાત્ર નથી. કાર્યશાળામાં સમ્પૂર્ણ ઉપસ્થિતિ અનિવાર્ય છે. બધા દિવસ ઉપસ્થિત રહેનાર પ્રતિભાગીઓને કાર્યશાળાના અંતે પ્રમાણપત્ર આપવામાં આવશે.

કાર્યશાળા સમયઃ- સવારે 10:30 થી 4:30 તા.19 થી 24 ડિસેમ્બર 2022

સ્થળઃ- સભાખંડ, મ્યુઝિયમ, એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇણ્ડોલૉજી

સંપર્ક સૂત્રઃ- ડૉ. ધર્મેન્દ્ર ભટ્ટ, સંશોધન સહાયક, LDII

O. 079-26302463, M. 9898803008, Email- dnbhatt@ldindology.org

રજિસ્ટ્રેશન : https://forms.gle/VG6APut5j6bnJ9JNA