પુસ્તકાલયના મુલાકાતીઓ અને વાચકો માટે પાયાની સુવિધાઓ, ટેબલો અને ખુરશીઓ સાથે વાંચવાની જગ્યા, જેનો લાઈબ્રેરીના સમય દરમિયાન લાભ લઈ શકાય છે.
પુસ્તકાલય વિશે
આ સંસ્થાના પુસ્તકાલયની સ્થાપના મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેમણે 10,000 દુર્લભ પુસ્તકો અને 2000 પોથીઓ (હસ્તપ્રતોનો સંગ્રહ) ભેટમાં આપ્યાં હતાં. આ સમૃદ્ધ પ્રારંભિક સંગ્રહ ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેક્નોલોજી, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, આયુર્વેદ, કલા, સ્થાપત્ય, ભાષા અને સાહિત્ય વગેરે વિષયો સાથે સંબંધિત છે. પુસ્તકાલયમાં વિવિધ ભંડારો (પાટણ, લીમ્બડી પૂના, વડોદરા, કેમ્બે, કોબા, મદ્રાસ, જયપુર વગેરે) ના સૂચિગ્રંથોનો અનન્ય સંગ્રહ પણ છે.
વર્તમાન પુસ્તકાલયમાં 60,000 પુસ્તકો અને સંશોધન સામયિકોના 8000 બાઉન્ડ ગ્રંથો છે. સંગ્રહમાં જૈન સાહિત્ય, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ (વેદ, પુરાણ, સંહિતા, રામાયણ, ભગવદ્ ગીતા, મહાભારત), કલા અને સ્થાપત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકાલયનો સંગ્રહ વિવિધ ભાષાઓમાં છે: મુખ્યત્વે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પાલી, પ્રાકૃત, તમિલ, બંગાળી અને મરાઠી ભાષાઓ. આ સંગ્રહમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, ફારસી અને અંગ્રેજી ભાષાનાં કેટલાંક પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.
પુસ્તકાલય પ્રાચ્યવિદ્યાના વિષયોને લગતા વિશેષ વિષયોના સંશોધન પર ભાર મૂકે છે. આ ક્ષેત્રની ક્ષમતામાં, પ્રસ્તુત સંગ્રહ સમગ્ર ભારતમાંથી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરેથી વિદ્વાનો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે.
લાઇબ્રેરી શોધો
OPAC કેટલૉગ વપરાશકર્તાઓને પુસ્તકોની ઝડપી પ્રાપ્તિની સુવિધા માટે સરળ ડિજિટલ શોધ અને સ્થાન વિકલ્પો પ્રદાન કરે છે.
આ સુવિધાનો ઉપયોગ પુસ્તક શોધ માટે થઈ શકે છે. જો કોઈ ચોક્કસ પુસ્તક અમારા પુસ્તકાલયમાં અનુપલબ્ધ હોય, તો ઈન્ટરનેટ શોધ વાચકોને પુસ્તકને અન્યત્રથી શોધીઆપી શકશે.
હાલમાં, ફક્ત વાંચન સભ્યપદ ઉપલબ્ધ છે. ઉત્સુક વ્યક્તિઓ નજીવી ફી ભરીને સભ્ય બની શકે છે. પુસ્તકાલયની બહાર પુસ્તકો લઇ જઇ શકાશે નહીં.
લા.દ.ભા.સં.વિ.નું પુસ્તકાલય પ્રાચ્યવિદ્યાના વિષયો પર સંશોધન માટે અત્યંત મહત્ત્વનું સ્થાન છે. અમારા ગ્રંથપાલ પુસ્તક સંગ્રહથી સારી રીતે જાણકાર છે અને જરૂરી કોઈપણ સહાય અથવા સુવિધા પ્રદાન કરી શકે છે.
ઝડપી સંપર્ક
પુસ્તકાલય સભ્યપદ યોજના
પ્રદત્ત સભ્યપદ
સભ્યપદ ઉધાર વિશેષાધિકારો સાથે સંદર્ભ હેતુઓ માટે છે
30 દિવસ માટે 1 પુસ્તકાલય પુસ્તકો
ડિજિટલ હસ્તપ્રત ઍક્સેસ
ફક્ત વાંચો સભ્યપદ
સભ્યપદ એ પુસ્તક પ્રાપ્તિના અધિકાર સિવાય માત્ર સંદર્ભ હેતુઓ માટે છે
30 દિવસ માટે 1 પુસ્તકાલય પુસ્તકો
ડિજિટલ હસ્તપ્રત ઍક્સેસ
અધિદેય સભ્યપદ
સભ્યપદ ઉધાર વિશેષાધિકારો સાથે સંદર્ભ હેતુઓ માટે છે
30 દિવસ માટે 1 પુસ્તકાલય પુસ્તકો
ડિજિટલ હસ્તપ્રત ઍક્સેસ
પુસ્તકાલયના આંકડા @ નજર
સંસ્થા પાસે મુદ્રિત પુસ્તકોનું સમૃદ્ધ પુસ્તકાલય છે. હાલમાં, 60,000 થી વધુ પુસ્તકો ઉપયોગ માટે ઉપલબ્ધ છે, જેમાંથી ઘણાં દુર્લભ છે, એટલે કે 100 વર્ષ પહેલાં મુદ્રિત અને અત્યાર સુધી પુનઃમુદ્રિત નથી થયાં એવાં છે.
