શ્રી અરવિંદ નરોત્તમ
શ્રી અરવિંદ નરોત્તમભાઈ લાલભાઈ (1918 - 2007) એક સ્વપ્નદ્રષ્ટા અને હિંમતવાન ઉદ્યોગપતિ તરીકે જાણીતા, અરવિંદ લાલભાઈએ 80ના દાયકાના મધ્યમાં કાપડની કટોકટીમાંથી અરવિંદ મિલ્સને સફળતાપૂર્વક સંચાલિત કરી અને તેને ભારતના સૌથી મોટા ડેનિમ ઉત્પાદકમાં પરિવર્તિત કરી. તેઓ નરોત્તમ લાલભાઈના પુત્ર હતા, જેમણે તેમના ભાઈઓ, કસ્તુરભાઈ લાલભાઈ અને ચીમનભાઈ લાલભાઈ સાથે મળીને 1931માં અરવિંદ મિલ્સની સ્થાપના કરી હતી. તેમણે 1975માં એમડી તરીકે અને 1980માં ચેરમેન તરીકેની બાગડોર સંભાળ્યા પછી લગભગ ત્રણ દાયકા સુધી અરવિંદ મિલ્સની આગેવાની કરી હતી. તેમણે વરીષ્ઠ ભારતીય કાપડ ઉદ્યોગ સહિત અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓનું પણ નેતૃત્વ કર્યું હતું જેમકે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) - 1981-82માં પ્રમુખ તરીકે રહ્યા તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ પણ હતા. . તેમણે ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન (1982) જેવી વિવિધ ટેક્સટાઇલ સંસ્થાઓનું નેતૃત્વ કર્યું, અને 1980માં ટેક્સટાઇલ કમિટીના અધ્યક્ષ પણ હતા.
અમદાવાદ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશનના ત્રણ વખત પ્રમુખ રહ્યા તથા તેમણે ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ATIRA (અમદાવાદ ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોસિએશન) નું પાલનપોષણ કર્યું. જેમને અરવિંદ કાકા એવા હુલામણા નામથી બોલાવાતા તેમણે અસંખ્ય સંસ્થાઓની પણ સ્થાપના કરી, જેમાં અંધ પુરુષોનું સંગઠન, અમદાવાદ છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદના બોર્ડ ઑફ ગવર્નર્સ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ હતા. તેઓ માત્ર એક વેપારી જ નહીં, પણ એક પરોપકારી, સંસ્થા નિર્માતા, રમતવીર અને પ્રકૃતિ પ્રેમી પણ હતા. તે એક ઉત્સુક ગોલ્ફર હતા અને પર્વતારોહણ અને અન્ય સાહસોમાં રસ દર્શાવતા હતા.
સંગ્રહ વિશે:
શ્રી અરવિંદભાઈ કલેક્શનમાંથી પ્રદર્શિત કરવામાં આવેલી નોંધપાત્ર વસ્તુઓમાં, ચોલા શૈલીના નટરાજ (11મી સદી એ.ડી.) અને પ્રચંડ નેપાળી/તિબેટીયન કાંસ્ય મંડલ (18મી સદી એ.ડી.), તથા ઝીણવટપૂર્વક સુશોભિત ચીની/જાપાનીઝ શૈલીનું લાકડાનું કબાટ કે જે એશિયન કલાને સમાવવા માટે સંગ્રહના વ્યાપને વિસ્તૃત કરે છે.
