શિલ્પ કલાવીથિકા આપણા ઉપખંડની કેટલીક મુખ્ય પ્રાદેશિક શૈલીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
કેટલાક નોંધપાત્ર શિલ્પખંડ કે જેમાં, ગાંધાર ક્ષેત્રનું સાગોળમાંથી બનાવેલુ બુદ્ધનું જાજરમાન મસ્તક (ઈ.સ. 5મી સદી), દેવગઢ (મધ્યપ્રદેશ)ની ગુપ્ત સમયગાળાની સૌથી પ્રાચીન સંપ્રદાયની ભગવાન રામની છબી, શામળાજી (ગુજરાત)માંથી માતૃકા ઈન્દ્રાણીની દુર્લભ આકૃતિ (6ઠ્ઠી સદી CE), સિરપુર (નંદુરબાર, મહારાષ્ટ્ર પાસે)ની આદિનાથની કાંસાની મૂર્તિ (7મી-8મી સદી CE), ઘોઘા (જિ. ભાવનગર, ગુજરાત)ની ભવ્ય જૈન કાંસ્ય કલાકૃતિઓ અને કેટલીક મથુરા, નાલંદા અને નેપાળ/તિબેટમાંથી બુદ્ધની છબીઓનાં શ્રેષ્ઠ ઉદાહરણોનો સમાવેશ થાય છે. આ સંગ્રહમાં તમિલનાડુનાં કેટલાંક સુંદર ચોલા શિલ્પો (1Oમી-12મી સદી CE)નો પણ સમાવેશ થાય છે. 11મી અને 13મી સદી વચ્ચેના લાડોલના ચાર તીર્થંકરોનો એક ભવ્ય સમૂહ ચૌમુખી વ્યવસ્થામાં પ્રદર્શિત થયો છે.
મધ્યયુગીન સમયગાળાની ગુજરાતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની 9 પોટ્રેટ પ્રતિમાઓ પણ પ્રદર્શનમાં છે, જેમાં સોલંકી રાજા, મહારાજા જયસિંહ દેવા (સિદ્ધરાજ)નો સમાવેશ થાય છે. પોટ્રેટ પર V.S.1285=1228 CE (એટલે કે, વાઘેલા સમયગાળા દરમિયાન) ની તારીખ લખેલી છે. આ પોટ્રેટ પાટણ નજીક હારિજમાં મળી આવ્યાં હતાં.
