સંપર્ક ફોર્મ
કેમ્પસ મુલાકાત અંગેની માહિતી
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શ્રી લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇણ્ડોલૉજી સંસ્થા, અમદાવાદ શહેરના પશ્ચિમે નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, એલ. ડી. એંજિનીયરિંગ, ભૌતિક અનુસંધાન કેન્દ્ર(પી.આર.એલ) જેવી અનેક વિખ્યાત શૈક્ષણિક તથા સંશોધન સંસ્થાઓ આવેલી છે. આવી મનનીય સંસ્થાઓની વચ્ચે વિશાળ તથા કુદરતી સૌંદર્યથી રમણીય એવા પરિસરમાં આ સંસ્થા સ્થિત છે. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય માર્ગને સ્પર્શતી આ સંસ્થા અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ૭ કિલોમીટરે તથા અમદાવાદના મધ્યસ્થ બસ સ્ટેશન એવા ગીત મંદિરથી ૬ કિલોમીટરના અંતરે છે. આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી આ સંસ્થા ૧૨ કિલોમીટરના અંતરે આવેલી છે.
મુલાકાતનો સમય સવારે ૧૦:૩0 થી સાંજે ૬:00 સુધી રહેશે. સંસ્થા સપ્તાહના રવિવારે તથા જાહેર રજાના દિવસોમાં બંધ રહેશે.
શૈક્ષણિત મુલાકાત
આપની શાળા, કૉલેજ કે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે સંગ્રહાલયની મુલાકાત એ વાસ્તવમાં સુખદ અનુભવ રહેશે. આપના વિદ્યાર્થીઓને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા સાથે જોડાવાનો આ ઉત્તમ માર્ગ સિદ્ધ થશે. શૈક્ષણિક મુલાકાત માટે માર્ગદર્શક ઉપલબ્ધ રહેશે. માટે આપની મુલાકાતનો સમયાવધિ પહેલેથી નિર્ધારિત કરવા અનુરોધ છે. જેમાં કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વયસ્ક રહેશે તથા આ દરમ્યાન આપની શું વિશેષ અપેક્ષા છે તે વિષયમાં પણ પહેલેથી જાણકારી આપવી જરૂરી રહેશે. જો કોઇ અનિવાર્ય સંજોગેને કારણે પ્રવાસ અશક્ય હોય તો અમને અગાઉથી જણાવી દેશો.
મુખ્ય સંપર્ક
સંપર્ક ફોર્મ
કેમ્પસ મુલાકાત અંગેની માહિતી
"શ્રી લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય" એ શ્રી લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇણ્ડોલૉજી સંસ્થાના પરિસરમાં આવેલ છે. આ હરિયાળું પરિસર શહેરના પશ્ચિમ ભાગમાં આવેલું છે, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ જેમ કે CEPT, ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી અને આમદાવાદ ની ગુફા જેવા પ્રવાસી આકર્ષણોની બાજુમાં આવેલું છે. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય માર્ગને સ્પર્શતી આ સંસ્થા અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ૭ કિલોમીટરે તથા અમદાવાદના મધ્યસ્થ બસ સ્ટેશન એવા ગીત મંદિરથી ૬ કિલોમીટરના અંતરે છે. આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી આ સંસ્થા ૧૨ કિલોમીટરના અંતરે આવેલી છે.
મુલાકાતનો સમય સવારે ૧૦:૩0 થી સાંજે ૫:૩0 સુધી રહેશે. સંગ્રહાલય સપ્તાહના સોમવારે તથા જાહેર રજાના દિવસોમાં બંધ રહેશે.
શૈક્ષણિક મુલાકાત
આપની શાળા, કૉલેજ કે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે સંગ્રહાલયની મુલાકાત એ વાસ્તવમાં સુખદ અનુભવ રહેશે. આપના વિદ્યાર્થીઓને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા સાથે જોડાવાનો આ ઉત્તમ માર્ગ સિદ્ધ થશે. શૈક્ષણિક મુલાકાત માટે માર્ગદર્શક ઉપલબ્ધ રહેશે. માટે આપની મુલાકાતનો સમયાવધિ પહેલેથી નિર્ધારિત કરવા અનુરોધ છે. અમારા ldmuseum1985@gmail.com આ ઇમેઇલ પર સંપર્ક કરશો.
મુખ્ય સંપર્ક
સામાન્ય ટપાલ સરનામું
એનઆર. ગુજરાત યુનિવર્સિટી, સામે. એલ.ડી. એન્જિનિયરિંગ છાત્રાલય, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી ક્લોક ટાવર, અમદાવાદ, ગુજરાત 380009
કલાક: 10:30 થી 6:00 (રવિવાર બંધ)
ફોન: 079 2630 2463
એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કેમ્પસ, એન.આર.આર. ગુજરાત યુનિવર્સિટી, સામે. એલ.ડી.એંગિનીરિંગ છાત્રાલય, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી ક્લોક ટાવર, અમદાવાદ, ગુજરાત 000 38૦૦૦9
કલાકો: 10:30 થી 5:30 (સોમવાર બંધ)
ફોન: 079 2630 6883
