શ્રીમતી માધુરીબેન દેસાઈ

શ્રીમતી માધુરીબેન દેસાઈ (1910-1974)નો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેઓ લાલભાઈ પરિવારના નજીકના સંબંધી હતા. તેમના સસરા, શ્રી ભુલાભાઈ દેસાઈ, જાણીતા વકીલ અને નિષ્ઠાવાન રાષ્ટ્રવાદી હતા. તેમના પતિ ધીરુભાઈ સ્વિત્ઝર્લેન્ડમાં સ્વતંત્ર ભારતના પ્રથમ રાજદૂત હતા. મુંબઈમાં તેમનું ઘર બૌદ્ધિકો અને અગ્રણી રાજકારણીઓનું કેન્દ્ર હતું. માધુરીબેને પોતે ઈતિહાસ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, ઉપરાંત ચિત્રકલા અને બંને, ભારતીય તેમજ પશ્ચિમી સંગીતનો અભ્યાસ કર્યો હતો.

મુંબઈમાં, તેણીને ભુલાભાઈ મેમોરિયલ ઈન્સ્ટિટ્યૂટ માટે યાદ કરવામાં આવે છે, જે તેમણે તેમના સસરા અને પતિની યાદમાં સંભવતઃ 1953 માં સ્થાપી હતી. સંસ્થાનો ઉદ્દેશ્ય કલાની તમામ શાખાઓના તમામ કલાકારોને એક સાથે લાવવાનો હતો, જેમ કે, ચિત્રકારો, શિલ્પકારો, નર્તકો, સંગીતકારો, નાટ્યકારો વગેરે. માધુરીબેને આ હેતુ માટે ખુલ્લા મેદાન સાથેનો વિશાળ બંગલો દાનમાં આપ્યો હતો. તેણીનો મૂળ વિચાર તમામ કલાકારો વચ્ચે સંબંધ રાખવાનો હતો જે તેમની કલાને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી શકે. સંસ્થામાં 70 થી વધુ સ્ટુડિયો હતા. આ કલાકારોને નજીવા ભાડા (એક દિવસ માટે એક રૂપિયા) માટે આપવામાં આવ્યા હતા. ચિત્રકારો જેમ કે વી.એસ. ગાયતોંડે, બાબુરાવ સદવેલકર, મોહન સામંત, બી. પ્રભા, પ્રફુલ્લ જોશી (દહાણુકર), હરકૃષ્ણ લાલ, માધવરાવ સાતવલેકર, કરમારકર, પાનસરે, બી. વિઠ્ઠલ, રામ કામત જેવા શિલ્પકારો અહીં આવતા અને કામ કરતા.

શિલ્પકારો અને ચિત્રકારો ઉપરાંત, સચિન શંકર જેવા અસંખ્ય નર્તકોએ સંસ્થામાં તેમના નૃત્ય વર્ગો કર્યા હતા, જેઓ પાછળથી ખૂબ પ્રખ્યાત થયા હતા. ઈબ્રાહીમ અલકાઝી, વિજયા મહેતા વગેરેના અહીં તાલીમ વર્ગો અને નાટકોના રિહર્સલ હતા. રવિશંકરની કિન્નેરી સોસાયટીની પ્રવૃત્તિઓ પણ ત્યાં યોજાતી હતી. તદુપરાંત, યેહુદી મેનુહિન, કેસરબાઈ કેરકર અને મોઘુભાઈ કુરડીકરની કોન્સર્ટ અહીં ગોઠવવામાં આવી હતી. યોગી અયંગર પણ ત્યાં તેમના યોગના વર્ગો ચલાવતા હતા. ડિસેમ્બર 1974 માં તેમના મૃત્યુ સુધી સંસ્થાએ કામ કરવાનું ચાલુ રાખ્યું. તેણે વિવિધ ક્ષેત્રોના કલાકારોને તેમની કલાને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી. તે માત્ર મહારાષ્ટ્રની કળામાં જ નહીં, પરંતુ એક રીતે, આધુનિક ભારતીય કલામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

સંસ્થાએ એક પ્રકાશન કાર્યક્રમ પણ રાખ્યો હતો, જેની શરૂઆત ભારતીય સ્મારકોના પ્રખ્યાત નકશા (c.e.1960)થી થઈ હતી. જાણીતા બ્રિટિશ કલા ઇતિહાસકાર, ડગ્લાસ બેરેટ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા હતા, જેઓ ચોલા કાંસ્ય પર પ્રતિષ્ઠિત પુસ્તકના લેખક હતા. શક્ય છે કે ચોલા ગ્રેનાઈટ શિલ્પોનો અદ્ભુત સમૂહ તેમની સલાહ હેઠળ હસ્તગત કરવામાં આવ્યો હોય.

સંગ્રહ વિશે:

 માધુરીબેન પાસે શિલ્પો અને ચિત્રો સહિત પ્રાચીન ભારતીય કલાનો વિશાળ સંગ્રહ હતો. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરથીથી પ્રભાવિત થઈને, તેમના પરિવાર દ્વારા આ શિલ્પોમાંથી મોટી સંખ્યામાં શિલ્પ લા. દ. સંગ્રહાલયને દાન કરવામાં આવ્યાં હતાં. તેમનો શિલ્પ જાળવણી માટે સંસ્થા પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ તેમજ કલા પ્રેમીઓના આનંદ માટે સંસ્થા શિલ્પો ઉપલબ્ધ કરાવશે એવો પણ વિશ્વાસ હતો.

લા.દ. સંગ્રહાલયની શિલ્પ કલાવીથિકા(ગેલેરી)માં માધુરી દેસાઈનો સંગ્રહ વિશેષ મહત્ત્વ ધરાવે છે. વિવિધ શૈલીઓ અને વિવિધ સમયગાળાનાં કલાત્મક ઉત્સાહનું વર્ણન કરતાં વિવિધ પ્રકારનાં શિલ્પો પ્રદર્શિત કરવામાં આવાં છે. આ પ્રદર્શનોમાં ગાંધારના બુદ્ધ મસ્તક, ગુપ્ત કાળની પત્થરની મૂર્તિઓ, સિરપુર અને ઘોઘાની મોટી જૈન કાંસાની મૂર્તિઓ તેમજ મથુરા, નાલંદા, તિબેટ અને નેપાળના ઉત્તમ ઉદાહરણો છે.