કાષ્ઠકલા
ગુજરાતમાં કાષ્ઠકલાનો ઈતિહાસ સમૃદ્ધ છે. સુશોભિત પટ્ટીકા સુધીના સ્થાપત્ય કાર્યોનો આ ઇતિહાસ ઓછામાં ઓછો 15મી સદીથી વિસ્તરેલો છે. સંગ્રહાલય લાકડાની કોતરણીવાળી પેનલનો નોંધપાત્ર સંગ્રહ પ્રદર્શિત કરે છે કે જેમાં ગુજરાતી પરંપરાની કાષ્ઠનિર્મિત ઘરેલું સ્થાપત્યની લાક્ષણિક કોતરણી રજૂ થઇ છે. અહીં ઉત્કૃષ્ટ ડિઝાઇનની સુશોભિત પેનલ ઉપરાંત, એવી પેનલ પણ છે જે બીમ અથવા લિન્ટલ તરીકેની ભૂમિકામાં રહેલી હોવી જોઈએ, જે જૈન કથાના વિષયોનું નિરૂપણ કરતી હોય અથવા ફક્ત બેઠેલા તીર્થંકરોના સમૂહનું પ્રતિનિધિત્વ કરતી હોય. તેમાંથી કેટલીક જૈન ગૃહ-મંદિર (ઘર-દેરાસર)ના ભાગ રૂપે ઉપયોગમાં લેવાઇ હશે.
Collection Highlights G
