કાપડ અને સુશોભન કલા

કાપડનું નિર્માણ એ માનવ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રારંભિક તકનીકોમાંની એક હતી. કપાસ, રેશમ, ઊન અને શણ એ પ્રાચીન ઇજિપ્ત, ભારત અને ચીનમાં વપરાતી સામગ્રી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી સોય તંતુ અને ડાઈ વાટ્સ મળી આવ્યાં હતાં. કાંતણ અને વણાટથી, પછીથી રંગકામ,છાપકામ, ચિત્રણ, અને એમ્બ્રોઇડરી જેવી કાપડને સુશોભિત કરવાની પદ્ધતિઓ વિકસાવવામાં આવી. ભારત વિશ્વભરમાં તેની કાપડ કળા માટે જાણીતું છે.

સુશોભન કળા એ ઉપયોગિતા અને સુશોભન એમ બંને હેતુ સાથે બનાવવામાં આવેલી વસ્તુઓને સમાવે છે. જેમ કે આ ઇતિહાસના તમામ સમયગાળામાં પ્રચલિત છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં કોઈ વિભાજન કે ભિન્નતા જેવું નહોતું. કારણ કે ઉત્પાદિત દરેક વસ્તુ ઉપયોગી હતી, અને તેમાંની ઘણી વસ્તુઓને શણગારવામાં આવી હતી. આધુનિક જમાનામાં આ વસ્તુઓને હસ્તકલા, ડિઝાઇન, એપ્લાઇડ આર્ટસ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે, જેથી ચિત્રણ અને શિલ્પની શુદ્ધ કળાથી અલગ પડે. સુશોભન કળાને ઘણીવાર તકનીક દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવે છે.

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયમાં વિવિધ પ્રકારની સુંદર અને ઉપયોગી વસ્તુઓ છે જે આ શ્રેણીમાં આવે છે.